STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

વેણી

વેણી

1 min
548

આ વેણી બની સન્નારીના કાળા કાળા કેશનો વૈભવ,

ને વેણી વધારે સહુના અંબોડલે ફૂલોનો વૈભવ !


સજે ચાહે ગમે તેટલા સ્વર્ણ શણગાર આ નારી,

તો પણ વગર વેણીએ લાગે ફિક્કો સઘળો વૈભવ !


કરી કરીને કરો ગમે તેટલું તમે કેશ ગુંફન,

વેણી બક્ષે કેશકળાને એક નયનરમ્ય વૈભવ !


વાર, તહેવાર કે હોય ગમે તે આનંદનો ઉત્સવ,

ને વેણી વધારે નારીનો કોઈ પણ પ્રસંગે વૈભવ !


પારિજાત, ચમેલી, મોગરો કે હોય જો મધુમાલતી,

સુગંધ વેણીની વધારે આ વાતાવરણનો વૈભવ !


વેણી કે ગજરો બન્યા એક "પરમ" શૃંગાર નારીનો,

કરતો રહ્યો છે યુગોથી સૌને "પાગલ" ફૂલોનો વૈભવ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational