STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

3  

Drsatyam Barot

Inspirational Others

વેળા વળતી નથી

વેળા વળતી નથી

1 min
28.3K


લાજ જેને પ્રેમમાં હોતી નથી,

વાત એના દિલમાં ઊતરતી નથી.


કામચોરી જે અહીં કરતો રહે,

એની વેળા કોઇ દી વળતી નથી.


શાપ કોઈને ના સતી આપે કદી,

શંખણીની બદ દુઆ અડતી નથી.


મગ, અડદ ભેગા ગણી ભરડે અહીં,

એમને કંઇ પણ તમા નડતી નથી.


જે નિયમને જૉળ થઇ પકડી રહે,

માણસાઈ એમને હોતી નથી.


ડોઢ થઇ જે જિંદગી જીવી જતો,

કેડ એની કોઇ દી નમતી નથી.


ચીજ ગુમ થઇ હોય જો અંધારમાં,

એ કદી અજવાળામાં મળતી નથી.


પ્રેમને જે વેપલો સમજે સદા,

એ વિયોગી થઇ કદી બળતી નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational