Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

4.3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

વેદનાનો ઈલાજ કર

વેદનાનો ઈલાજ કર

1 min
430


ઝખ્મી થઈ સંવેદનાઓ ભીતર, હવે સંવેદનાનો ઈલાજ કર,

વેદના આપી તો ભલે આપી, પણ હવે એ વેદનાનો ઈલાજ કર !


કાંટાથી નહિ, ફૂલોનાં મુલાયમ સ્પર્શથી ઘાયલ થયું છે હૃદય,

ને હવે તું કરી શકે તો, આ લા-ઈલાજ વેદનાનો ઈલાજ કર !


તે આકાશ છીનવી લીધું, હવે આઝાદીની વાત કરતા પહેલા,

જે પિંજરામાં કેદ છે ટહુકાઓ, એની વેદનાનો ઈલાજ કર !


પ્રથમ નજરે ઘાયલ કરી, દર્દની સોગાત આપી ગયા છે સનમ,

વણસી ગઈ જે, એ વ્હાલપમાં મળેલી વેદનાનો ઈલાજ કર !


મઝધારે મૂકીને માઝી ગૂમ થઈ ગયા છે કઈં યુગોથી જેના,

હવે તું નાખુદા બનીને, એ કશ્તીઓની વેદનાનો ઈલાજ કર !


મારા રૂદિયાના દરદે હંફાવ્યા છે કેટલાયે નામી હકીમોને,

તું પ્રેમી બની પારખી શકે વેદના, તો વેદનાનો ઈલાજ કર !


"પરમ" તારી રાહમાં ઉભી છું જન્મોથી કાળજું છેદાવી મારૂં,

"પાગલ" શ્યામ બની, એક જ ફૂંક માર ને વેદનાનો ઈલાજ કર !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational