STORYMIRROR

Shaurya Parmar

Tragedy

3  

Shaurya Parmar

Tragedy

વડ : શૌર્ય.

વડ : શૌર્ય.

1 min
13.3K


વડલો ને વડની વડવાઈનો વ્હાલ, 

મળે પાછો અને થવાય માલામાલ, 

સંતાકૂકડી રમતાને,સંતાવાને ઢાલ, 

થપ્પો થપ્પો થતો,થતી ગોલમાલ, 

એ પૈડાના ઝૂલા ને પંખીનો તાલ ,

કિટ્ટા-બુચ્ચા ને,રાતા રાતા ગાલ, 

સીધી કેડી ને આડીઅવળી ચાલ, 

ખબર કોને કે,હશે શુ આવતીકાલ,

હવે માથે ટાલ ને ઓઢી છે શાલ, 

સમય નથી ને પૈસાની ઝાલાઝાલ,

અંતે એવુ થાય કે, 

વડલો ને વડની વડવાઈનો વ્હાલ, 

મળે પાછો અને થવાય માલામાલ. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy