વચન આપું છું
વચન આપું છું
હવે જાતને એક વચન આપું છું,
શબ્દો થકી રોજ કવન આપું છું.
શબ્દ બની અવતરે કાગળ પર,
લાગણીને નવજીવન આપું છું.
ભેદ ઉકેલી શકાય તો ઉકેલી દો,
શબ્દો કવિતાના ગહન આપું છું.
નિત નવા વિષયો લખવા છે માટે,
કંટાળાને મનમાં દહન આપું છું.
કલમ સદા ચાલતી રહે 'સહજ',
ભાવ પર હંમેશા વજન આપું છું.
