Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr Sejal Desai

Inspirational

3  

Dr Sejal Desai

Inspirational

વૈવાહિક સફર

વૈવાહિક સફર

1 min
499


હાથમાં સોંપ્યો છે હાથ મારો આજે,

સાથ નિભાવી શકું જીવનભર એ કાજે.


લાંબી આ સફરમાં વિધ્નો આવશે સાથે,

પરસ્પર વિશ્વાસનું ઈંધણ રાખશું સાથે.


સરળ નથી આ માર્ગે ચાલવું સદાય માટે,

વિચલિત થવાશે ક્યારેક તો લપસી પણ પડાશે.


થોડી વાર થંભી જાય આ યાત્રા કોઈ વિસામે,

પરંતુ ઉદાર દિલ રાખીને વધવુ આગળ મુકામે.


જીવન યાત્રા પાર કરીને સંતોષનું ફળ મળે,

પરિવારની ખુશીમાં જ જીવન સાફલ્ય ફળે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational