STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

વૈષ્ણવ મારે બનવું છે

વૈષ્ણવ મારે બનવું છે

1 min
273

વૈષ્ણવ મારે બનવું છે અને,

પૃષ્ટિ માર્ગને સમજવો છે.


વલ્લમકુળના શરણે જઈને,

બૃમ્હ સંબંધની દિક્ષા લઈને,

માળા તિલક ધારણ કરીને,

વૈષ્ણવ મારે બનવું છે.


અષ્ઠ સખાના કિર્તન ગાઈને

આઠ સમાની સેવા કરીને,

શ્યામ પ્રભુનો દાસ બનવા,

વૈષ્ણવ મારે બનવું છે.


વૃજ ચોર્યાસી કોષ પરિકમ્મા કરીને, 

ચોર્યાસી બેઠકજીના દર્શન કરીને,

વૃજ રજમાં આળોટવા કાજે,

વૈષ્ણવ મારે બનવું છે.


સત્સંગ દેશમાં વાસ કરીને,

ભક્તિ રસનું પાન કરીને,

પૃષ્ટિ પતાકા ફરકાવવા કાજે,

વૈષ્ણવ મારે બનવું છે.


રાસ લીલામાં ગોપી બનીને,

શ્યામની સંગે રાસ રમીને,

"મુરલી" નાદમાં ભાન ભુલવા,

વૈષ્ણવ મારે બનવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational