STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Inspirational

4  

PADHARIYA DINESHKUMAR

Inspirational

વાવો તમે ફળઝાડ

વાવો તમે ફળઝાડ

1 min
275

આવી રહ્યું છે ચોમાસું, વાવો તમે ફળઝાડ

મળશે મહેનતથી માયા, ઝાડ આપશે છાયા

છાયામાં રહેશે બધી, કુદરતની સજીવ માયા

આશિષ મળશે તમને, હસે કુદરતની છાયા

આવી રહ્યું છે ચોમાસું, વાવો તમે ફળઝાડ


આપશે ફળઝાડ, તમારી મહેનત નું ફળ

હસે એટલામાં તમારા નામની બોલબાલા

હોંશે હોંશે લોકો આવશે તમારી પાસે

આપશે બદલામાં તમને માયા

આવી રહ્યું છે ચોમાસું, વાવો તમે ફળઝાડ


તમારી મહેનત તણો રંગ, હવે બીજાને દેખાશે

તે પણ કરશે મહેનત થકી વૃક્ષોની હારમાળા

તો કુદરત પણ કરશે, વરસાદ ની સોનેરી વર્ષા

દિનેશ કહે ઝાડ વાવી,તમે પણ કરો ભોમ રક્ષા

આવી રહ્યું છે ચોમાસું, વાવો તમે ફળઝાડ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational