STORYMIRROR

Deviben Vyas

Inspirational

3  

Deviben Vyas

Inspirational

વાવો ધરું

વાવો ધરું

1 min
203

વાવો ધરું, કૂંપળ કદી તો ફૂટશે સંસારમાં,

વાવો ધરું,એ વૃક્ષ થઈને ખીલશે સંસારમાં,


સૂરજ તણાં કિરણો પ્રખર પડતાં ધરાને બાળતાં,

વાવો ધરું, એ તાપ તડકો રોકશે સંસારમાં,


આજે કરો મહેનત, નિરાંતે વંશ ખાશે આપણો,

વાવો ધરું,તો ફળ નવલ ચાખશે સંસારમાં,


ના દોડજે સ્વાર્થી બની, ભાવિ તણો વિચાર કર,

વાવો ધરું, પેઢી ખરે પામશે સંસારમાં,


આજે ભલે દેખાય નાનો, છોડમાં વટવૃક્ષ છે,

વાવો ધરું, આકર ઘણી, થામશે સંસારમાં,


છે વૃક્ષમાં પણ જીવ,એ સાથી બને સંગાથ દઈ,

વાવો ધરું,પર્યાવરણને ધારશે સંસારમાં,


આ વૃક્ષ રૂંઆઓ થઈ ધરતી તણાં ઊભાં જગે,

વાવો ધરું, લીલમ બની સંભાળશે સંસારમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational