STORYMIRROR

Pravin Maheta

Inspirational

4  

Pravin Maheta

Inspirational

વાત્સલ્ય

વાત્સલ્ય

1 min
15

માણસ માણસને જોઈ હરખાય તો કેવું સારું,

કોઈને મદદ કરીને હાથ પકડાય તો કેવું સારું.


સ્વદેશી વસ્તું અપનાવી વપરાય તો કેવું સારું,

કાયમ માટે વિદેશી વસ્તું નકરાય તો કેવું સારું,

અધર્મ ત્યાગી સનાતન સ્વીકારાય તો કેવું સારું.


દેવાલયે દેશ માટે હાથને ફેલવાય તો કેવું સારું,

હિન્દુ, મુસ્લિમમાં એકતા જળવાય તો કેવું સારું.


માનવપ્રેમ, રાષ્ટ્રપ્રેમ સદા નિભાવાય તો કેવું સારું,

સંયુક્ત કુટુંબે સાથે જીવન વિતાવાય તો કેવું સારું.


મૂકી જવું સઘળું માયાને તરછોડાય તો કેવું સારું,

ભ્રાંતિ રૂપી ભૂતને શીશામાં ઉતારાય તો કેવું સારું.


આવા ભૂતને આપણે નવ વળગાય તો કેવું સારું,

મન માંથી મારું તારું દૂર કરાવાય તો કેવું સારું.


વાત્સલ્ય રાખી પરિવાર બનાવાય તો કેવું સારું,

દેશાભિમાન વાળી સરકાર રચાવાય તો કેવું સારું.


પોતાના પેટ ભરવા સત્તા ન ચલાવાય તો કેવું સારું,

રાષ્ટ્ર નકશો અખંડ રહે તે વિચારાય તો કેવું સારું.


મહાસત્તાનું પદ મેળવીને દેખાડાય તો કેવું સારું,

'પ્રવિણ' વિશ્વને પ્રેમથી ઝૂકાવાય તો કેવું સારું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational