વાતો
વાતો
સાંભરે છે સૌ મને આ ધર્મની વાતો,
આપશે સાચી સફળતા કર્મની વાતો.
ટેરવા ભેગા થયા સૌ મળીને,
આંગળી એ આજ માંડી સ્પર્શની વાતો.
હૃદયમાં ઉમંગો ભરીને સૌ આવ્યા,
અમે સૌ ગુજરાતી એવા ગર્વની વાતો.
લખું આજે કેવા અર્થની વાતો,
ના સમજે સામે એવા તર્કની વાતો.
વેદના ભાગી છે જોઈને સૌ ખુશી,
હૈયૈ ઉમટી રહી છે બધી હર્ષની વાતો.
