STORYMIRROR

Dikshita Shah

Inspirational Others

4  

Dikshita Shah

Inspirational Others

વાતમાં ને વાતમાં

વાતમાં ને વાતમાં

1 min
372

પહેલાં દીવાના બનાવ્યા વાતમાં ને વાતમાં,

ને પછી પાગલ ગણાવ્યા વાતમાં ને વાતમાં.


સૂર્ય, વાદળ, ચંદ્ર, નભ, સૌ તારું છે એણે કહ્યું,

દિવસે તારા બતાવ્યા વાતમાં ને વાતમાં.


જો હવા ઘર ફૂંકે છે તો દોષ કંઈ એનો નથી,

રેતના મેં ઘર ચણાવ્યા વાતમાં ને વાતમાં.


દોસ્ત તારી મહેરબાની કેવી છે હું શું કહું ?

સ્વપ્ન નહીં આસું સજાવ્યા વાતમાં ને વાતમાં.


હૈયે જુદું, હોઠે જુદું ,કેવી આ વિશેષતા ?

પ્રેમના નાટક રચાવ્યા વાતમાં ને વાતમાં.


છે કલાકારી ઘણી અદ્ભૂત એની વાત શું ?

વાદ્ય વીણા વિણ નચાવ્યા વાતમાં ને વાતમાં.


એમની સાક્ષરતા વિશે સહેજ પણ શંકા નથી,

કેટલા ઉઠા ભણાવ્યા વાતમાં ને વાતમાં.


મેં ખુદાને જઈને પૂછ્યું, તારું સર્જન આવું કેમ ?

ભૂલ થઈ ! માણસ બનાવ્યા વાતમાં ને વાતમાં


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational