STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Inspirational Others

4  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational Others

વાત તો છે સો ટકાની

વાત તો છે સો ટકાની

1 min
344

જિંદગી દિન ચારની જાણી, કદર કરજો હવે,

તાજગી ઉરમાં ભરી લઈ, રસસભર કરજો હવે,


કર્મ મુજબ સાંપડે, સારી નઠારી જિંદગી, 

વાત તો છે સો ટકાની, બસ નજર કરજો હવે,


કણ મળે ને તોય, ખોબા જેવડું માનો સદા,

સુખ જડે સંતોષમાં, એવી અસર કરજો હવે,


છે સમય અણમોલ મૂડી, તું પરખને આજથી,

વેડફો ના જેમ ફાવે, કરકસર કરજો હવે,


કામ એવા જા કરી, તું જાય જગથી, જગ રડે,

શૌર્યરસ ઉર લઈ, મરણને, પણ અમર કરજો હવે,


માર્ગમાં ક્યાં છે સફળતા ? કર મહેનત પામવા,

સાંપડે ના એમ તાત્કાલિક, સબર કરજો હવે,


ભેંટ છે ઈશ્વર તણી 'શ્રી' વાત ખોટી કે ખરી ?

વ્હેમના ઓસડ બની, સાચી ડગર કરજો હવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational