વાત થઈ ગઈ
વાત થઈ ગઈ
મળ્યા હતા એમ જ એક મુલાકાતમાં,
જાણે અજાણે આ મુલાકાતમાં એવી તે શું વાત થઈ ગઈ.
નજરથી નજર મળી હતી એમ જ જોતાં,
આંખોમાં આંખો પરોવીને દિલની વાત થઈ ગઈ.
ઘડી આવી જ્યારે અળગા થવાની,
આવી જ રીતે હળતા મળતા રહેવાની વાત થઈ ગઈ.
જનમો જનમ સુધી આમ જ એકસાથે,
એકબીજાને ગમતાં રહેવાની વાત થઈ ગઈ.

