વાત મારા મનની
વાત મારા મનની
કશું મનનું મનમાં ન રાખવું, તક મળે બોલી લેવું,
ગુંચને વધવા ના દેતા, ગાંઠનું બંધન ખોલી નાખવું,
મુખ મુરઝાયેલુ જોવા મળે, થોડું સ્મિત આપવું,
આંખ કોઈ ભીની દેખાતાં, આંસુને લૂછી નાખવું,
અપકારનો બદલો ઉપકારથી વાળતા શિખવું,
સૂકાઈ ગયેલા સંબંધોને ફરી જીવંત કરતા રહેવું,
નિરક્ષરતા ને દૂર કરી સાક્ષરતા તરફ પ્રયાણ કરવું,
ગરીબોની રોજી રોટી ના ઝૂંટવાય તેનું ધ્યાન રાખવું,
પરસ્પર આમન્યા જળવાઈ રહે તે મનમાં રાખવું,
વાત છે આ મારા મનની, એવું નવપલ્લવનું કહેવું,
અહંકારને ઓગાળીને, સ્વાભિમાન સાચવી લેવુંં.