STORYMIRROR

Umesh Tamse

Inspirational Others

3  

Umesh Tamse

Inspirational Others

વાત કરવા નીકળ્યો છું

વાત કરવા નીકળ્યો છું

1 min
28.3K


આજ હું તો ખુદની સાથે વાત કરવા નીકળ્યો છું,

વ્યર્થ સૌ ઈચ્છાને હું તો ઘાત કરવા નીકળ્યો છું.


આ જગતમાં ચોતરફ અંધારું ફેલાઈ ગયું છે,

સુર્ય ખુદમાં લઇને હું પ્રભાત કરવા નીકળ્યો છું.


બાળપણની ખૂબસૂરત ક્ષણને આજે માણવાને,

લો ફરીથી ખુદને હું નવજાત કરવા નીકળ્યો છું.


ને વિચારો પણ બધા ખૂટી ગયા છે જિંદગીમાં,

સૌ વિચારોને હું તો આયાત કરવા નીકળ્યો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational