STORYMIRROR

Dr.Chintankumar p. Pandya

Thriller

5.0  

Dr.Chintankumar p. Pandya

Thriller

વાસ્તવિકતા

વાસ્તવિકતા

1 min
733


તળીયેથી પડ્યા તો ઉંચકાઇ ગયા,

ઉંચાઇએથી પડ્યા તો પટકાઇ ગયા,


વાસ્તવિકતા જ છે અહીં પડવા-ઉઠવાની,

રમતા રમતા કેટલાંયે તો દટાઇ ગયા,


ગમે કે ના ગમે આ તો ભોગવવું પડશે,

છટકાશે નહીં અહીંતો બંધાઇ ગયા,


મનોદશાની ભાંગતુટ અહીંતો રોજીંદી છે,

હારેલી હિંમતવાળા તો ખોવાઇ ગયા,


મનોમંથન જ છે જીવનમાં એકધારું,

વિચારોમાં રખડ્યા તો અટવાઇ ગયા,


નીકળે રોજ મંથનથી અહીં વિષ ને અમૃત,

પચાવી લીધા બંનેને તો દેવતાઇ થયા.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Thriller