વાલમને કોઈ કહે !
વાલમને કોઈ કહે !
વાલમને કોઈ કહે
પનઘટ પર સંતાતો ન ફરે,
ટોણો ટોકી વગાડીને કે’જો
'નફ્ફટ' મારે નયને ચડે,
નખરાં નિત-નવા 'એ' છેડે.
'ઘુંઘટ' સાચવું ત્યાં 'પાલવડો' ઊડે,
મંજરિશી મનડાંની આ ચાહને,
નાહક, 'નીડ’મા શીદને છેડે ?
ફાગણિયે આમ લપાતો ન ફરે
ફાગ અજવાળીએ આવી ખેલે,
રાતોનું પરભાત કોઈ તો જકડે,
વાલમ મુ'ને હૈયે નડે,
વાલમને કોઈ કહે
પનઘટ પર હવે તો મળે.
~X~
શબ્દ સૂચિ :- (મંજરિ – કોમળ ફૂલની કળીઓનું લૂમખું) (નીડ- પંખીનો માળો,અત્રે આતમનો માળો એટલે ‘દિલ’)

