વાદળ
વાદળ
ઊંચે આકાશેથી વાદળ વરસે,
તરસ્યા નયન, છીપાશે તૃષા આ વર્ષે,
નદી દરિયા, વાતું મેઘાવી કરશે,
વૈશાખના તાપ હવે નવ અડશે,
જોયા પિયુને અમે એક અરસે,
પાનખરના પાન હવે નવ ખરસે,
કહે છે ઓણ સાલ લીલો દુકાળ પડશે,
આપણે કહીએ ભલે! આપણને શુ નડશે,
ધોવાશે ધૂતારી ધારણા, ઢોંગ હઠશે,
વહી જશે હલકી માયા, પ્રેમ ભારે રહેશે !
