STORYMIRROR

Dilip Ghaswala

Drama

3  

Dilip Ghaswala

Drama

વાદળ ચડે વરસાદમાં

વાદળ ચડે વરસાદમાં

1 min
405

વહાલના વાદળ ચડે વરસાદમાં,

યાદના ફોરા પડે વરસાદમાં.


કે તિમિર મેઘલ બને છે તેજીલો,

વિરહી રાત્રી અડે વરસાદમાં.


છે વરસવું રોજ તારી આંખમાં,

તેજ સૂરજનું નડે વરસાદમાં.


પાંપણો છલકાય આષાઢી ક્ષણે,

યાદ તારી ગડગડે વરસાદમાં.


એક ધારા રાત'દિ ભીંજાવવા,

મેઘના ટીપાં લડે વરસાદમાં.


મન તરાવે હોડી કાગળની "દિલીપ",

મૈત્રીની મૂડી જડે વરસાદમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama