ઊંડાણ
ઊંડાણ


આંખોને ખૂણે એક બિંદુ ચમકતું હતું,
મનનું એ વાદળ અશ્રુ વાટે વરસતું હતું,
દીવાની જ્યોત એમ ક્યાં સળગતી હતી?
પરવાના મીણનું હૃદય એમાં બળતું હતું,
ફૂલોની દશાને પૂછનારું કોણ છે અહીં?
નીચોવી એને આ જગત સુગંધીત થતું હતું,
સાગરનું હૃદય ઊંડાણ સાચવી બેઠું હતું,
ખબર કોને કે એ નદીની વાટ જોતું હતું,
વિચારોનાં પગરવ ખૂબ ઊંડે સુધી જતાં,
અંતે હાથમાં કંઈ હાથ લાગતું નહોતું.