ઊડતું મન પ્રેમમાં
ઊડતું મન પ્રેમમાં


વેદના સહે એક ને,
બીજાને એ પીડાની થઇ જાય જાણ,
એ રાધા-કૃષ્ણના પ્રેમના,
શા - શા કરૂ વખાણ !
અતિ ગરમ દૂધ આપે રાણીઓ,
ને પીએ ભોળી રાધા દેવી,
તેથી કૃષ્ણના ચરણે ચીરા પડ્યા,
એ નિહાળી રહ્યા રુકમણી દેવી.
હૈયે બસ હોય એક જ ધૂન,
બસ એક જ હોય લગન,
જોજન અંતર હોય ભલેને,
નિહાળું સદા સમીપ નયન.
મારું મન ઊડતું એવા
નિખાલસ પ્રેમમાં,
અતૂટ લાગણીના બંધનમાં,
એના મધુર સ્મિત હાસ્યમાં,
એની પ્રેમ ભરી આંખોમાં,
એના હેતભર્યા હૈયામાં,
મુજ ઉદાસીન મનને,
સમજવાની તાકાતમાં.
ચિડાયેલા મનને,
પ્રેમમાં બદલવાની તાકાતમાં,
જ્યાં માન-અપમાન ન હોય,
હોય માન બધું એના એક સ્મિતમાં.
એકની ખુશી બીજાની ખુશી હોય,
એકબીજા પર મરી છૂટવાની ભાવનામાં,
હું નિત્ય ઝંખુ, એવા સહેવાસમા,
મારૂં "ઊડતું મન પ્રેમમાં,
સદા એ નિખાલસ,
નિર્લોભીના સહેવાસમા.