STORYMIRROR

Maitry Bhandari

Inspirational

3  

Maitry Bhandari

Inspirational

ઉત્તરાયણ

ઉત્તરાયણ

1 min
260


ભૌગલિક રીતે સૂર્ય ઉત્તર તરફ ગમન કરે,

એ ઉત્તરાયણ; પણ આ તો વિજ્ઞાન માટે,


અમારે તો ઉત્તરાયણ,

એટલે પતંગ અને દોરી.


અરે સુરતી માંજાથી મંજાયેલી મસ્ત દોરી,

અને આકષૅક ખંભાતી પતંગ.


કોઈક માટે એ ઉત્તરાયણ,

પ્રેમ પત્ર પહોચાડવાનું માધ્યમ,


તો કોઈક માટે પતંગની રેસમાં,

દુશ્મની કાઢવાનું માધ્યમ,


જે હોય એ પણ ડી.જેના તાલ પર,

પતંગની આકાશમાં શાહી લતાર,


અને રહયા અમે સુરતી;

ખાવા વિના કયા પતે તહેવાર,


તો વિના ઊધુંઆ-જલેબી,

કેમ પતે ઉત્તરાયણ,


સાથે તલ -ગોળનું મિશ્રણ,

જીવનમા હળી-મળીને રહેવાનું શીખવી જાય,


અને ઉત્તરાયણ એટલે,

"કાયપો છે"ની ગૂંજ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational