તરસ
તરસ
બેઠી હતી હું એ જ બારીએ,
જોતા વાટ તારી....
તરસી ગયેલી આંખો મારી,
ખબરની કેમ આંસુથી ભરી હતી...
બસ જોતા તારી વાટ...
બેઠી હતી હું તો કયારની,
સમય પણ જાણે સદિયો અટક્યો છે એવુ થાતુ...
બસ જોતા તારી વાટ...
ગુંજી રહ્યા હતા શબ્દો તારા...
"હું આવા વાટ જોજે તું મારી"
સૌંદર્યથી નિખરતો ચેહરો,
આજ કરચલીથી ભરાઈ ગયો...
હૈયુ જાણે કેમ કાઢ્યો સમય આ...
તરસી ગયુ હવે તો મન પણ...
તને હૈયે લગાવી રડવા,
તરસ્યા તો કાન પણ...
તારા અવાજ ને સાંભળવા...
તરસી ગઈ ,
અને વિટી ગયો જમાનો..
તારી રાહમાં..
બસ રહી ગઈ જીવતી હું...
તારી આશ તણે.
