શિતળ છાંયડો
શિતળ છાંયડો
1 min
267
ઘરની જરૂરિયાત પૂરી કરવામા,
પોતાની જરૂરિયાત ભૂલી ગયા,
ગરમ જમવાનુ આપી,
પોતે ઠંડુ જમતા.
ભલે એમનો સ્વભાવ ગરમ હોય,
પણ એમનુ કોમળ કાળજું,
શીતળ વડલાની છાયા છે,
હાજરી તડકા જેવી જેની,
છતા ગેરહાજરી ખટકે,
પિતા વિના આ ઘર,
પાયા વિનાના મકાન જેવુ છે !
