પાછુ બાળપણ જીવવુ છે
પાછુ બાળપણ જીવવુ છે
1 min
376
ઉનાળાની બપોરે અને શિયાળાની સાંજે,
રમેલી કેટલીય રમતો રમવી છે,
ચાલને પાછુ બાળપણ જીવવુ છે
દાદા-દાદી જોડે બેસી ફરી આકાશના,
તારા ગણવા છે, ઉડતુ વિમાન જોવુ છે,
ચાલને પાછુ બાળપણ જીવવુ છે,
એ લોજીક વગર કેટલાય,
અખતરા ફરી કરવા છે,
ચાલને પાછુ બાળપણ જીવવુ છે,
ધોકાથી રમેલા બોલ-બેટ,
એ ચાર પૈંડાની સાયકલ ચલાવવી છે
ચાલને પાછુ બાળપણ જીવવુ છે,
અકબર-બિરબલ, અલ્લાઉદિન ઔર જીન,
પરીકથાઓ ફરી સાંભળવી છે,
ચાલને પાછુ બાળપણ જીવવુ છે,
જીવન ફરી નિર્દોષ બની જીવવુ છે,
આમજ રહેતી મોઢાની ખિલખિલાટ ફરી કરવી છે,
ચાલને પાછુ બાળપણ જીવવુ છે.