STORYMIRROR

Dr. Pushpak Goswami

Inspirational Others

4  

Dr. Pushpak Goswami

Inspirational Others

ઉત્સવ કે તહેવાર

ઉત્સવ કે તહેવાર

1 min
372

કોઈનાં સ્મિતની સામે, ખોટું સ્મિત અપાય છે,

બધું નજર સામે છતાં, ક્યાં કોઈને કહેવાય છે,


સંબંધોનાં તાણાવાણા, એટલા તો ગૂંચવાય છે,

જેને સમજો તમે સીધાં, તે જ છેતરી જાય છે,


ખોટી અમીરીનાં મોહમાં, કેટલાં ઘર ફૂંકાય છે,

એક સાંધો ને તેર તૂટે, ત્યાં કેમ કરી જીવાય છે,


પ્રેમ, ભાવ ને સ્નેહ તણી, નદીઓ ક્યાં રેલાય છે,

ઉત્સવો તો ત્યારે હતાં, હવે તહેવાર ઉજવાય છે,


સમય ક્યાં છે કોઈને અહીં, કોઈની પાસે બેસવાનો,

શું આવ્યા ને શું ગયાં, હવે બસ વહેવાર સચવાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational