ઉષા
ઉષા


નિશાની કેદમાંથી મુકત કરી,
ઉષાની ઉષ્મા સુધી લઈ જા,
ઉષાના અજવાસથી પ્રસરતી કિર્તી સુધી લઈ જા.
ઉષા અને નિશા વગર જીવન નથી એ વાસ્તવિકતા છે,
ફરીથી એક નવી જીંદગીના સરગમના સૂર સુધી લઈ જા.
ઉષાના પ્રથમ કિરણે પંખીઓનો નિનાદ ગુંજે,
ભાવના એ કલરવનો લ્હાવો લેવા લઈ જા.
ઘોર અંધકાર પછી આશાની ઉષા ઉગે છે,
એ જ ઉષાના તેજનો પમરાટ પામવા લઈ જા.
ઉષાના અદ્ભૂત કિરણોમાં ધરતી પુલકિત થઈ ઉઠે,
કદી ખૂટે નહીં એવો ઉષાનો અજવાસ માણવા લઈ જા.
નથી ક્ષણભર પણ હવે રહેવું ઉષાની ઉષ્મા વગર,
ઉષાથી મહેંકતા એ ઉપવનમાં રહેવા લઈ જા.....