ઉપકાર
ઉપકાર
જગતના તાત કેરા ઉપકાર અનેક,
સૂર્યોદયથી શરૂ કરતો કામ તે નેક,
માનવ-પશુ પંખીને તે જીવાડતો,
ધરતીને હરિયાળી તે બનાવતો,
જગનો આધાર બનતો આ કૃષિક,
માટીમાંથી પેદા કરતો અન્ન રસિક,
ધોરીડાની જોડ કેવી શણગારતો
ધરતીને લીલી સાડી પહેરાવતો,
શુદ્ધ, હવા ને પાણીને અપનાવતો,
કણમાંથી મણ તે પેદા કરતો,
મોલના ઢગને બજારે ઉતારતો,
કરતો પરિશ્રમ રોજને દિન-રાત,
વંદન ધરતીને જેના છે ઉપકાર,
કરો મંથન ? આજે ખેડૂતના બેહાલ.
