ઉપકાર કોનો
ઉપકાર કોનો
ઉપકાર માનું એનો, મને જન્મ દીધો,
એ મા બાપનો,
ઉપકાર માનું એનો, મને જ્ઞાન દીધું,
એ શિક્ષકગણનો,
ઉપકાર માનું એનો, મને સાથ દીધો,
એ ભાઈ બહેનનો,
ઉપકાર માનું એનો, મને દોસ્તી દીધી,
એ મિત્રગણનો,
ઉપકાર માનું એનો, મને સાથ દીધો,
એ પતિનો,
ઉપકાર માનું એનો, મને જીવનદાન દીધું,
એ દીકરીનો,
ઉપકાર માનું એનો, મને રોટલો દીધો,
એ પ્રભુનો,
ઉપકાર માનું એનો, મને આત્મવિશ્વાસ દીધો
એ વોટ્સએપ એડમીનનો.
