STORYMIRROR

Mrugtrushna Tarang

Inspirational

3  

Mrugtrushna Tarang

Inspirational

ઉંમર ભાગ રે હવે

ઉંમર ભાગ રે હવે

1 min
244

ચાલશે જેવું તેવું હોય ઘર જો

એનાં કોઈ એક ખૂણામાં

હસવા મળે ખેલદિલીથી

વ્યવસ્થા એવી રાખજો


છો રહ્યો આશુતોષ આકાશગંગાની પેલે પે'ર

માર્ગ ઘરે આવવાનો એને નક્કી બતાવજો

ક્યારેક ચઢવું અટારીએ પણ

એ તારલિયાં પણ ચોક્કસ ગણજો


કરી હાથ ઊંચો હજુ વધુ કૈંક

શશિને હાથતાળી દેવાનો યત્ન ય કરજો

ગમતાંનો ગુલાલ કરતા રહેવું

મેળાવડો પાડોશી સાથેનો વધારતા જજો


મન ભીંજાય તૈં લગણ વરસાદે પલળવા દ્યો

મનડું રમતિયાળ રહેવા દ્યો

કૂદકે ને ભૂસકે રમવા ય દ્યો ને

કાગળની હોડી સંગ તરવા દેજો


ફાજલ સમયે નિરભ્ર આકાશે

એકાદી પતંગ ગગને ઉડાડી જોજો

એક પેચ બાળક સંગ પણ લડાવજો

આંગણે ઘરમાં વટવૃક્ષ ઉગાડી

પારેવાની ગુફ્તગૂ ફુરસદે સાંભળજો


પગલાં જ્યાં જ્યાં મંડાય

પીમળ કેરી કળીઓ વસંતની ત્યાં ત્યાં ખીલવજો

ખુશનુમા છે ઉંમરની હર એક ઋતુ

એ દરેક પળે લ્હાવો જરૂર માણજો


મોજમસ્તીમાં આજ ગુજારો

હાસ્યરસને જીવી જાણો

ભૂલી ઉદાસીનતા સઘળી,

સરકતાં સમય જોડવા હસતા રમતાં રહેજો


દિલદાર બની થનગાટ અનુભજો,

ઊડવો ઉદાસી દરિયે કયહીં

બાળકો સંગ ખેલો સંતાકૂકડી

ને,પકડદાવ રમજો


હવા સંગ કે, સમય સરતો જાયે રે

ઉંમર તું તોડી પિંજર ભાગ રે હવે

ચાલશે જેવું તેવું હોય ઘર જો

એનાં કોઈ એક ખૂણામાં

હસવા મળે ખેલદિલીથી

વ્યવસ્થા એવી રાખજો



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational