ઉંદરભાઈએ સાઈકલ લીધી
ઉંદરભાઈએ સાઈકલ લીધી
ઉંદરભાઈએ સાઈકલ લીધી
લઈને બજારમાં ચાલ્યા
સામે મળ્યા સસલાભાઈ
પાછળ એને બેસાડયા,
શાકભાજી માર્કેટમાં એતો
ઝટ ઝટ ભાગ્યા
સામે મળ્યા હાથીભાઈ
બ્રેક લાગી નહિ,
ધડામ કરતા સાઈકલ પડી
ઉંદરભાઈ નીચે પડ્યા
પગમાં તો ફેક્ચર થયું
દવાખાને ઝટ આવ્યા,
ડોક્ટરે આરામનું કિધું
સાઈકલ પડી રહી
માથે મોટી આફત લીધી
સાઈકલ તૂટી ગઈ.
