Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Chetan Gondalia

Tragedy

3.1  

Chetan Gondalia

Tragedy

ઉનાળો

ઉનાળો

1 min
632


1 .

આગ છે આગ!

સકલ સરગ માં , 

ગ્રીષ્મ છે એ તો !!


2.

રુદ્ર પ્રલય 

છે ગ્રીષ્મદિન એ, નૈં 

શિવ ની રાત્રી !  


3.

કિરણબાણ

આગ ખોળે, ઉનાળે 

દેહ શેકાય !


4 .


મંદ સમીર 

પ્રલયરૂપ લૈ ને,

આવે છે ગ્રીષ્મે !


5 .

ધરતી તવો.

તાપ-તૃષ્ણા, આકુળ 

જીવો સૃષ્ટિ ના. 


6 .

પંથી વિરમે 

પંખી શોધે છે છાંયા 

ઈ ગ્રીષ્મ-માયા !


7 .

પ્રચંડ તાપ

લૂ એ હાંફે વૈશાખ.

ઉડે વરાળ !


8 .

ચુવે છે ઘામ,

ટપ-ટપ પસીનો.

જેઠ મહિનો !


9 .

પીતાં નૈં મટે,

ઘોર પાપિણી પ્યાસ.

હવા ડાકણ !


10 .

પંખો-એસી થ્યાં

સૌ અ-ફળી ; જો લૂ એ   

ખાલ આ બળી..!


Rate this content
Log in