ઉજાસ
ઉજાસ
કાલે અખૂટ ઉજાસમાં થોડો અંધકાર પણ આપણને નડ્યો,
આજે એક ખોબો પ્રકાશ પણ આ તિમિરમાં શોધવો પડ્યો,
હવે કાળજા કેરી માવજતી રાખશું આ ઉજાસની સાથમાં,
એક દીવો તું લઈ ચાલજે ને એક હું ઝાલીશ મારા હાથમાં,
ભલે ગઈ કાલે કશી કદર નહોતી આપણને, પણ એ કાલ હતી,
હવે હાથ બાળી દીવા પ્રગટાવશું જીવન આખું,
કે અંધારા તારી શું વિસાત, તું તો માત્ર ને માત્ર એક સાલ હતી.