ઉડાન
ઉડાન
જિંદગીને જીવવાની આવડત છે મારામાં,
ગુલામ બની હું પાંજરે પરાણે નહીં પૂરાવું.
સપનાંની કડીઓ જોડીને, માણીશ હું જિંદગી,
અવાજ તૂટવાનો ભ્રમ ભાંગીશ હું અનેકનો.
ટપકવા નહીં દઉં આંસુ, પાણીનો એ ઝરો નથી,
ખુલ્લી આંખે જોતી દિવાસ્વપ્ન, ઉડાન હું ભરીશ.
ઝીલી લઈશ ઘા જિંદગીનાં, હસતાં હસતાં,
કાંટા વાગે રાહમાં તો સાફ કરીશ રસ્તા.
પ્રેમ અને વિશ્વાસ છે, નારીનું સાચું ઘરેણું,
સિંદૂર એક પ્રતીક, ક્યારેક કરે નીચાજોણું.
ઉદાહરણ સ્વતંત્રતાનું બની દિપાવીશ જિંદગી,
સપનાં પાંખોમાં ભરી ઊડીશ હું ગગન મહીં.
