STORYMIRROR

Prakruti Shah 'Preet'

Romance

4  

Prakruti Shah 'Preet'

Romance

તું

તું

1 min
313

જીવન સફરનો અણધાર્યો વળાંક છે તું,

ઈશ્વરે આપેલી અણમોલ ભેટ છે તું,


ઊગતી પ્રભાતનો પ્રથમ વિચાર છે તું,

આથમતી નિશાનું અંતિમ સ્વપ્ન છે તું,


દરેક શ્વાસે મુજમાં ધબકે છે તું,

મારી વણકહી ક્ષણોનો હિસાબ છે તું,


આશાનું પહેલું કિરણ છે તું,

જિંદગીનાં વર્તુળનું કેન્દ્રબિંદુ છે તું,


ચુંબકીય આકર્ષણનો ધ્રુવ છે તું,

મારામાં ધબકતી ઉષ્માનો સ્ત્રોત છે તું,


મારી વિખરાયેલી યાદોનું સરનામું છે તું,

નહીં જીવાયેલી ક્ષણોનો અહેસાસ છે તું,


તારી ફુરસદની ક્ષણોની કોઈ ક્ષણ છું હું,

મારા સમયપત્રકની એકમાત્ર વ્યસ્તતા છે તું,


નથી મળતી મને મારામાં હું,

એ હદે મુજમાં વિસ્તર્યો છે તું,


પાનખરનું ખરતું પાન છું હું,

વાસંતી વૈભવની ફોરમ છે તું,


જીવનસંગીતનો નિનાદ છું હું,

મૌન પ્રીતનો પર્યાય છે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance