Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ajay Parker ' ભાવિ '

Romance

4.5  

Ajay Parker ' ભાવિ '

Romance

તું વરસાદ

તું વરસાદ

1 min
241


મન ભીંજાય, તન ભીંજાય, ભીંજાય આખો તું વરસાદ;

વાતા વાયરા લાવે મીઠો સંદેશ ને ભીંજાય તું વરસાદ,


ગોરંભાતું આવડું આકાશ ને ફરી વળતો તું;

કેટકેટલી વણઝાર યાદોની લાવે તું વરસાદ,


મહેક આવે ભીની માટીની દૂર વન વગડેથી;

હૈયાં બને તરબતર ને પોંખાય પહેલો તું વરસાદ,


ધીમી ફરફરે આવે કે આવે ઝાપટે જોરદાર;

જેમ ફાવે એમ આવતો પણ આવતો તું વરસાદ,


અષાઢ શ્રાવણ તો તારા ચાતક કહેવાય;

પણ સાચું જ કહેજે !

કોની આંખોનો કહેવાય તું વરસાદ ? 


Rate this content
Log in

Similar gujarati poem from Romance