STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

તું તો શક્તિનો ભંડાર

તું તો શક્તિનો ભંડાર

1 min
169

તું તો શક્તિનો ભંડાર,

તારી પાસે હિંમત અપાર,


તું અબળા નહિ પણ સબળા છે,

તને અબળા સમજનારા બધા નબળા છે,


તું તો સર્જનહારની શ્રેષ્ઠ કલાકારી,

તું એકલી પડી જા દુશ્મનો પર ભારી,


તું કોમળ છો કમજોર નહિ,

જો ચર્ચા તારી ચારેકોર છે,


શક્તિની તું મહારાણી,

જગત પર સ્વર્ગ લાવી તું તાણી,


વીજળી બનીને ગર્જના કર,

આમ તું કોઈથી ના ડર,


ભલે આફત આવે હજાર,

પણ તું હિંમત ના હાર,


સફળતાનો દરિયો તું કરી લઈશ પાર,

ઈશ્વરે ભરી તારામાં શક્તિ અપાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational