STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

તું રાખ

તું રાખ

1 min
378

કડવા વેણ બોલવામાં લગામ તું રાખ,

હોઠે અને મનમાં મીઠાશ તું રાખ,


મસાલેદાર ખાવાપીવામાં લગામ તું રાખ,

તારા શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ તું રાખ,


નકારાત્મક વિચારો પર લગામ તું રાખ,

ઈશ્વરમાં આસ્થા અને ખુદ પર વિશ્વાસ તું રાખ,


ઈર્ષ્યા નિંદા નફરત માટે લગામ તું રાખ,

લોકો માટે હૈયે સારો સદભાવ તું રાખ,


બેફામ ખર્ચ, બેફામ વાણી પર લગામ તું રાખ,

તારા જીવનને સફળ બનાવવા હૈયે હામ તું રાખ,


હરિફાઈમાં ઉતરતા પહેલા જાત પર લગામ તું રાખ,

જીવનમાં ઠરીઠામ થવા થોડા નિયમ તું રાખ,


લોકો સાથે કટુતાભર્યા વ્યવહારમાં લગામ તું રાખ,

લોકો તારામાં વિશ્વાસ મૂકી શકે એવી પાત્રતા તું રાખ,


અહીંનું અહીં જ રહેશે, સંગ્રહખોરી પર લગામ તું રાખ,

ભૂખ્યા અને તરસ્યાને દાન કરવા કર્ણ જેવું વિશાળ દિલ તું રાખ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational