તું ના સમજે
તું ના સમજે
કહેતો રહું છું છતાંય, તું કંઈ ના સમજે,
ચર્ચાય છે એના કારણે જ સવાલો કેટલાય.
મારા મનના અંતરનું અંતર માપી લેતી હતી,
તોય ગૂંચવાય જાય છે, કેમ બધી વાતો.
વાંચી લેતી હતી તું સદાય મારી આંખો,
તોય ના ઉકેલી શકી મારા જીવનનું ઉખાણું.
હંમેશ સ્વીકારની ભૂમિકા રહી છે મારી,
તોય કેમ ના બની શકી, મારા દાંપત્યનો પડઘો.
ટળવળતો હોઉં છું, હર હંમેશ વિરહમાં તારા,
તોય કેમ ના માણી શકું, મિલનને આપણા.
નારાજ પણ નથી થતી મારાથી હવે તો તું,
તોય લોકોને અમસ્તા જ બધું સમજાઈ જશે.
સાચું-ખોટું કંઈ જ કહેતી નથી 'એ મુલાકાત'
તોય લોકોને આ મૌન સંભળાઈ જશે.

