Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

તું મને સમજી શકીશ

તું મને સમજી શકીશ

1 min
436


ઓઢી તારા નામની લાલ લીલી ચૂંદડી મેંં,

પહેર્યું પાનેતર મેં, કર્યો સાજ શણગાર મેં તારે કાજે,


છોડી પિયરની વાટ,

છોડ્યો મેં માતપિતાનો સાથ,

છોડ્યો મેં સખી સહેલીઓનો સાથ,


છોડ્યા મેં મારા સપનાઓ,

ઈચ્છાઓનું પોટલું વાળી રાખ્યું મેં પિયર ઘેર,

તારા પગલે પગલે ચાલી આવી,

તારા સપનાઓમાં મેં પૂર્યા પ્રાણ,

તારામાં ઓગાળ્યું મેં મારું અસ્તિત્વ,

ખોયું મારું વજૂદ ખોઈ મારી ખુદની પિછાણ,

તારા ઘરને સમજી મારું ઘર, સ્વર્ગથી સુંદર બનાવ્યું મેં.


ઘરને મંદિર સમ બનાવ્યું મેં,

મારું સર્વસ્વ છોડ્યું મેં તારી ખાતર.

પણ તું થોડું છોડીશ મારા માટે ?

તું છોડીશ તારા અહમનું કોચલું ?

છોડીશ તું તારા હું પણની ગાંઠ ?

છોડીશ તારા પૂર્વ ગ્રહોની ગાંઠ ?

તોડીશ ? તું સમાજના ખોટા રિવાજોની બેડી ?

આપીશ મને સહકાર ?


મારા સપનાંઓને તું આપીશ નવી ઉડાન ?

મારી થીજી ગયેલી લાગણીઓને આપીશ,

તારા પ્રેમરૂપી સૂર્ય કિરણ ?

મારી મૃત થયેલી ઈચ્છાઓને આપીશ,

તું નવું જીવન ?

શું મને આપીશ મારી સ્વતંત્ર ઓળખનું

વિશાળ આકાશ ?

શું આપીશ મને આભ અને પાંખ ?

તું મને સમજી શકીશ ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational