STORYMIRROR

Hiral Pathak Mehta

Romance

4  

Hiral Pathak Mehta

Romance

તું મળી જાય

તું મળી જાય

1 min
250

બેસું દરિયાકાંઠે ને મોજા રૂપી તું મળી જાય...

જાગરણ હોય આંખોનું ને સપનારૂપે તું મળી જાય..


ચાલતાં ચાલતાં પગ થંભે ને મંજિલરૂપે તું મળી જાય...

ફેલાતી મારી બાહોમાં હવારૂપે તું મળી જાય...


ઝૂકેલી પાંપણમાં શરમરૂપે તું મળી જાય....

ફૂલોની પાંદડીઓમાં સુવાસરૂપે તું મળી જાય...


સવારની રોશનીમાં સૂરજરૂપે તું મળી જાય..


કહે જરા 

કેવી રીતે ભૂલું તને...

કુદરતી સાંનિધ્યમાં ખુદારૂપે તું મળી જાય..


ના ઈચ્છા હોવા છતાં પણ મારામાં મને 'તું' જડી જાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance