STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

તું મૌન થઈ જજે

તું મૌન થઈ જજે

1 min
300

જ્યારે બોલાય શબ્દો અને તૂટે સંબંધો,

ત્યારે સંબંધો સાચવવા તું મૌન થઈ જજે,


વ્યર્થ દલીલબાજીથી વણસે જ્યારે વાત,

ના તૂટે સંબંધોની મજબૂત ગાંઠ,

બસ વડીલોની આમન્યા જાળવવા તું મૌન થઈ જજે,


જ્યાં ના હોય કોઈ શબ્દોને સંભાળનાર,

ત્યાં તું મૌન થઈ જજે,


રાખવા સંબંધોની લાજ તું મૌન થઈ જજે,

જ્યારે શબ્દોથી આવે સગપણમાં વિવાદ,


ત્યારે ટાળવા સંબંધોની દૂરી તું મૌન થઈ જજે,

અર્થહીન શબ્દોથી કશું નાં ઉપજે જીવનમાં,


મૌનમાં પણ ભીની વાતો હશે,

આંખોમાં પણ હજાર વાતો હશે,


બસ હોઠ પર ચૂપકીદી રાખજે,

બસ જીતવા દાવ પર લાગેલા સંબંધો,

 તું મૌન થઈ જજે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational