તું મારું અજવાળું
તું મારું અજવાળું
છે તું જો બેશક ચાંદ,
એમાં નથી કોઇ વિવાદ.
શમણે તો રોજે રોજ છે,
રુબરુ કરે ન કેમ સંવાદ?
થાય પહેલા વાત કશી પછી,
રહેશે ના કોઇ વિખવાદ.
છે સાંકળ ખુલ્લી બારણે,
માર ટકોરા રાખીશ ન પ્રમાદ.
ને છે તું મારું અજવાળું જાણ,
આપીશ તને એનું ચોક્કસ પ્રમાણ.

