તું મારો મિત્ર છે
તું મારો મિત્ર છે


થોડો તું અલ્લડ,
થોડો ઘનચક્કર,
ભલે તું થોડો વિચિત્ર છે,
પણ, તું મારો મિત્ર છે.
થોડો છે વરણાગી,
ને થોડો વૈરાગી,
દિલનું તો ચોખ્ખું ચરિત્ર છે,
પણ, તું મારો મિત્ર છે.
થોડી છે આશાઓ,
થોડી નિરાશાઓ,
સપનાનાં મહેલોનો ઇન્દ્ર છે,
પણ, તું મારો મિત્ર છે.
થોડી તો પળોજણ
થોડી છે સમજણ,
ભાવનાનો દરિયો પવિત્ર છે,
પણ, તું મારો મિત્ર છે.
થોડી છે મસ્તી,
થોડી જબરજસ્તી,
મારા જીવનનું તું ચલચિત્ર છે,
પણ, તું મારો મિત્ર છે.