તું મારી મિત થઈ ગઈ
તું મારી મિત થઈ ગઈ
ટકરાઈ તારી ને મારી નજર,
મને તારાથી પ્રીત થઈ ગઈ,
હતો હું સાવ કંગાળ તને પામીને ધન્ય થઈ ગયો,
વિરાન જિંદગીમાં તું મારી મિત થઈ ગઈ,
હતી સાવ સૂની મારી જિંદગી,
તું મારા જીવનનું સુંદર ગીત થઈ ગઈ,
કેટલીય અડચણો આવી પ્રેમની ડગર પર,
પણ આખરે પ્રેમની જીત થઈ ગઈ,
તને બેહદ ચાહવું એ મારી રોજની રીત થઈ ગઈ,
જિંદગી મારી સંગીત થઈ ગઈ.

