તું ક્યાં હતો ?
તું ક્યાં હતો ?
આપત્તિ સમયે તું ક્યાં હતો,
પુલ તૂટતો હતો ત્યારે તું ક્યાં હતો ?
તું ધારે તો શું ન કરી શકે,
આખું મોરબી રડ્યું ત્યારે તું ક્યાં હતો ?
વાંક કોનો એ તો ખબર નથી,
પણ આ હજાર હાથવાળો હાથ ઝાલવા ક્યાં હતો ?
આજ પણ ન્યાય તારો સમજાતો નથી
બધા દરવાજા બંધ હતા ત્યારે તું ક્યાં હતો ?
ખબર નથી પડતી પ્રભુ ભક્તની પરીક્ષા સમયે તું ક્યાં હતો ?
ખબર નથી પડતી પ્રભુ ભક્તની પરીક્ષા સમયે તું ક્યાં હતો ?
