STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તું હસ તો ઉત્સવ જેવું લાગે

તું હસ તો ઉત્સવ જેવું લાગે

1 min
508

તારી આ ખામોશી

અમાસની અંધારી રાત જેવી લાગે

શબ્દોનો દીપક લઈને આવ

તો થોડું ઉજાસ જેવું લાગે


આ ખામોશીની ચાદર કેમ ઓઢી તે ?

તારું ચાંદ જેવું આમ કેમ ઉદાસ છે

તું હસ તો થોડું ઉત્સવ જેવું લાગે


સુકાઈ ગયો જાણે આપણા સંબંધનો છોડ

થોડું હેતનું પાણી તો પિવરાવ

તો થોડું વસંત જેવું લાગે


સૂના થયેલા હૈયામાં આમ

ઝાંઝરનો ઝણકાર લઈ ને આવ

તો આ જીવન સંગીત જેવું લાગે


મંઝિલ પણ રિસાઈ ગઈ છે મારાથી

બે ડગલાં સાથે તો ચાલ, હોય તારો સાથ

તો આ જીવન, જીવવા જેવું લાગે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance