તું છે ને !
તું છે ને !
1 min
506
વ્હાલની ઋતુ, ઝંખું હું વ્હાલમ,
જો ના કરીએ પ્રેમ તો બીજું શું ?
મોસમની વાત છે, રોજ ના મળે,
જીવી લઈએ આજ, કાલનું શું ?
એકલતામાં ઘણું એકલું લાગે છે !
તું આવને, દૂર રહીને કરવું છે શું ?
ભરીલે બાહોમાં, મને તું જકડીને !
થશે એક ભૂલ જ ને, વિશેષ શું ?
નથી કોઈ ડર, મને આ દુનિયાનો !
તું છે ને સંગ મારી ! પછી મારે શું ?