STORYMIRROR

Narendra K Trivedi

Romance

4  

Narendra K Trivedi

Romance

તું અને હું

તું અને હું

1 min
257

ઉગતો સૂરજ તને આપું છું, જાળવી લેજે

શરદનો ચાંદ આપું છું,  શીતળતા મેળવી લેજે

ઉઘડતા ફૂલ હોય હસતા, હસીને મનાવી લેજે

કળીઓ સાચવીને, ફૂલોને સમજાવી લેજે


રાહ પણ મળશે અનેક, કદી અચાનક વા વંટોળ સાથે

વાંકી ચૂંકી ગલીઓને વટાવી, રાહને સંભાળી લેજે

શરત ચૂક થઈ હોય, ક્યાંયે ભૂલ થાય તો એમજ

ભૂલને પણ સમયની સંગાથમાં સમાવી લેજે


પાનખરમા પણ વૃક્ષ, ઉતારે પર્ણને સાચવીને

નવી કુંપળોને આવકારી, સમાધાન શોધી લેજે

ખખડે વાસણ જ્યાં, થાયે સમૂહ એકઠો

સૂરોને સૂર સપ્તકમાં, સંગીતમય બનાવી દેજે


આમતો સાથ આપણો છે જીંદગીભરનો

ઘડપણમાં ક્યાંય, અડચન આવે તો હસી લેજે

પહેલાના દિનની યાદોથી, ના ક્લેષ મન ધરજે

જે છે ગાંઠે બાંધેલ તેને પ્રેમથી સાચવી લેજે


રહીશુ હું ને તું, હૃદયના અંકો ભીડીને

ચમનના પંખીડાઓ, ઊડી જાશે કોઈ દિશાએ

હશે કિલ્લોલ તું ઘર, કદી ગુંજારવ પણ સમી જાશે

હશે આવન જાવન, પંખીડાની, ને સમય વહી જાશે


સુકાની છો અમ જીવનની નાવડીને પાર ઉતરવા

મુશ્કિલ છે જીવન સાગર તણું તુજ વિના પાર ઉતરવા

ઉગતો સૂરજ, તને આપું છું, જાળવી લેજે

શરદનો ચાંદ આપું છું,  શીતળતા મેળવી લેજે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance